Thursday, April 14, 2011

How to be Tension Free in Life

મનમાં આવતા નકારાત્મક વિચારોથી ચતા ઊત્પન્ન થતી હોય છે. જેની અસર જ્ઞાનતંતુઓ પર પડે છે. એ
આપણાં જ્ઞાનતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને નબળું પાડે છે.

આજના સમયમાં દરેક વ્યકિત અસંખ્ય સમસ્યાઓ અને ચતાઓથી ઘેરાયેલી છે. આ ચતાઓથી મુકત થવું ખૂબ જરૂરી છે નહતર તેની સીધી અસર સ્વાસ્થ્ય ઊપર પડે છે અને માનસિક રોગો થવાની શકયતાઓ પણ એટલી જ વધી જાય છે.

મનમાં આવતા નકારાત્મક વિચારોથી ચતા ઊત્પન્ન થતી હોય છે. જેની અસર જ્ઞાનતંતુઓ પર પડે છે.એ આપણાં જ્ઞાનતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને નબળું પાડે છે. જેના લીધે મૂડમાં ફેરફાર થતા રહે છે. મૂડ પ્રમાણે શરીરના અવયવો પર અસર થતી હોય છે. અને શારીરિક તકલીફોથી પાછો મૂડ પણ બગડે છે.

આમ, ચિંતાનું ચક્ર ચાલ્યા જ કરે છે! પછી લોકો ફરિયાદ કરે-ઊંઘ નથી આવતી, ડિપ્રેશન, કંટાળો, પેટની ગરબડો, અપચો, ચક્કર, ઉલટી,ધબકારા વધવા, શ્વાસની તકલીફ થવી વગેરે વગેરે, આપણને ખ્યાલ પણ ના હોય કે મોટાભાગના આ પ્રકારના ચિહ્નો થવાનું કારણ ભય,ચિંતા ને ટેન્શન હોય છે.

આ માટે કેટલાંક ઊપોયો અજમાવી શકાય...

કોઈ આરામદાયક સ્થિતિમાં બેસી, શાંતિથી, ધીમેથી ઊંડા શ્વાસ લો અને છોડો. એકદમ રીલેકસ થઈને તમારી લાગણી અને મૂડને સમજવાનો પ્રયત્ન કરો.

જે પણ અનુભવ થાય જેમ કે પેટમાં ગરબડ થવી એને જોઈ, જાણીને સ્વીકાર કરવો, ભલે થાય, છતાં ધ્યાન શ્વાસ ઊપર આપવું.

આ બધા શારીરિક ચિહ્નોથી ભયભીત ના થવું, શાંતિ રાખવી.એનો પ્રતિકાર કે વિરોધ ના કરવો... આ પણ ચાલ્યું જશે એમ વિચારવું.

ખોટા ખોટા, જો અને તો ના વિચારો ના કરવા. આમ થશે તો,તેમ થયું હોત તો ભવિષ્યમાં તો ના જ જવું.

અત્યારે દુઃખ છે પણ થોડા સમયમાં શમી જશે, આરામ થશે જ સ્થિતિ બદલાશે જ. એવો અભિગમ રાખવો.

પથારીમાં સૂતા રહીને ખોટા વિચારો કરવા કરતાં હળવું કામ કરવું વધારે યોગ્ય રહેતું હોય છે.

હમત ને આત્મવિશ્વાસ અમૂલ્ય મૂડી છે. એને વધારવાથી ચમત્કારિક ફેરફારો સર્જાશે.

આવી ચતા કે તાણ વખતે બીજાની મદદની જરૂર પડી શકે છે તેથી કોઈ સંકોચ વગર મદદ લેવી.

કયારેક આવા સમયે આપણે નિર્ણય ના પણ લઈ શકીએ તો હમત ના હારવી.

ચતાનો સામનો કરો, સ્વીકાર કરો, યોગ્ય પગલાં લો અને આ સમય પણ વીતી જશે, સૂરજ ઉગશે ને સવાર પડશે જ... તેવો અભિગમ અપનાવવાનો પ્રયત્ન કરો!

No comments:

Post a Comment