Thursday, April 14, 2011

Buttermilk Health Benefits - સસ્તી-ગુણકારી

કમળો અને પાંડુ જેવા દરદોમાં પણ છાશ ખૂબ ઊપયોગી છે. છાશ મેદ ઓછો કરી હ્ય્દયની નબળાઇ અને બ્લડપ્રેશર જેવા દરદોમાં પથ્ય બને છે.

છાશ શરીરનો વર્ણ અને કાંતિ સુધારે છે.

છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તછ વધારવામાં મહત્વનો ફાળો આપે છે. છાશનો મધુર રી પિત્તને શાંત કરી પોષણ આપે છે. ખાટો રસ વાયુને હરી બળ આપે છે. અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે.

ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે.

ઊત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને મટાડે. લસ્સી ગરમીની ઋતુમાં શરબતની ગરજ સારે છે.

છાશમાં ખટાશ હોવાથી તે ભૂખ લગાડે છે, ખોરાકની રૂચિ પેદા કરે છે અને ખોરાક પાચન કરે છે. ભૂખ લાગતી ન હોય, પાચન થતું ન હોય, ખોટા ઓડકાર આવતા હોય અને પેટ ચઢી-આફરો આવી છાતીમાં ગભરામણ થતી હોય તેમને માટે છાશ અમાૃત સમાન છે. છાશ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પાચનતંત્રને કાર્યક્ષમ બનાવે છે. તેથી ભોજન પછી છાશ પીવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

કમળો અને પાંડુ જેવા દરદોમાં પણ છાશ ખૂબ ઊપયોગી છે. છાશ મેદ ઓછો કરી હ્ય્દયની નબળાઇ અને બ્લડપ્રેશર જેવા દરદોમાં પથ્ય બને છે. છાશ શરીરનો વર્ણ (વાન) અને કાંતિ સુધારે છે. છાશ પીનારને વાૃદ્ધાવસ્થા મોડસ આવે છે,

ચહેરા પર કરચલીઓ પડતી નથી અને પડી હોય તો દૂર થાય છે. છાશનો મહત્વનો ગુણ આમજ દોષો દૂર કરવાનો છે. આપણે જે ખોરાક ખાઇએ છીએ તે ખોરાકમાંથી પોષણ માટેનો રસ છૂટો પડી પચ્યા સિવાય પડ્યો રહે છે. તેને ‘આમ’ કહે છે. આમ અનેક પ્રકારનાં દરદો પેદા કરે છે. એ અમાજ દોષો દૂર કરવામાં છાશ ઘણી ઊપયોગી બને છે. આમની ચીકાશાને તોડવા માટે ખટાશ (એસિડ) જોઇએ. તે ખટાશ છાશ પૂરી પાડે છે. અને છાશ ધીમેધીમે એ ચીકાશને આંતરડામાંથી છૂટી પાડી, પકવીને બહાર ધકેલી દે છે, માટે જ મરડામાં ઇંદ્રજવના ચૂર્ણ સાથે અને અર્શમાં હરડેના ચૂર્ણ સાથે છાશ લેવાથી ફાયદો થાય છે.

દહીમાં બિલકુલ પાણી નાખ્યા સિવાય વલોવાય તેને ધોળવું કહે છે

ધોળવું વાયુને મટાડે છે, પણ કફને વધારે છે. હગ, જીરું અને સધવ મેળવેલું ધોળવું વાયુનો સંપૂર્ણ નાશ કરનાર, રુચિ વધારનાર, બળ વધારનાર છે. સાકર મેળવેલા ધોળવાના ગુણો આંબાની કેરસના રસના જેવા છે.

દહ ઊપરનો ચીકાશવાળો ભાગ (મલાઇ-તર) કાઢી લઇને વલોવાય તેને ‘મથિત’ (મઠો) કહે છે.

મઠો વાયુ તથા પિત્તને હરનાર, આનંદ (ઊલ્લાસ) ઊપજાવનાર અને કફ તથા પિત્તને તોડનાર છે. દહીમાં ચોથા ભાગનું પાણી મેળવીવલોવાય તેને ‘તક્ર’ કહે છે.

તક્ર ઝાડાને રોકનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર, તાૃપ્તિ આપનાર, વાયોનો નાશ કરનાર છે.

દહીમાં અર્ધા ભાગે પાણી વલોવાય તેને ‘ઊદશ્ચિત’ કહે છે.

ઊદશ્ચિત કફ કરનાર, બળને વધારનાર અને આમનો નાશ કરનાર છે. દહીમાં વધારે પાણી મેળવી વલોવાય અને ઊપરથી માખણ ઊતારી લઇ, પછી પાણી મેળવી ખૂબ આછી  (પાતળી) કરવામાં આવે છે. તેને છાશ કહે છે. ટૂંકમાં જેમાંથી સધળું માખણ ઊતારી લીધું હોય તેવી છાશ પથ્ય અને હલકી છે.

No comments:

Post a Comment