Friday, April 15, 2011

Clothes Wearing Tips - નીચું કદ અને પહેરવેશ

બહાર જતી વખતે હંમેશા થોડીક હીલવાળા ચપ્પલ પહેરો. આજકાલ ઊંચી એડીવાળા સુવિધાજનક અને આરામદાયક શુઝ માર્કેટમાં મળે છે.

નીચા કદવાળી મહિલાઓએ પ્લેન કપડા જ પહેરવા પછી ભલે ને તે સલવાર સુટ હોય કે મીડી ટોપ કે પછી સાડી તમને પ્રટેડ કપડા પહેરવાનો શોખ હોય તો નાની પ્રટવાળા કપડા જ પહેરો.

ખાસ કરીને સીફોન અને જયોર્જટના કપડાની જ પસંદગી કરો. આનાથી શરીર સુડોળ અને લાંબુ દેખાય છે.

ભુલથી પણ ઓરગંડી જેવા વસ્ત્રોની પસંદગી ન કરશો, કેમ કે ફુલેલા કપડામાં કદ વધારે નાનું દેખાય છે. તેથી એવા કપડાની પસંદગી કરો, જે મુલાયમ અને શરીરને ચોટીને રહે, ફુલેલા કપડાની પસંદગી ન કરશો.

આખો પરિધાન એક જ રંગનો પહેરો. પછી ભલેને સલવાર-સુટ હોય કે સાડી, ધ્યાન રાખો કે બંનેના શેડ એક જ રંગના હોય. ચંપલ અને પર્સ પણ મેચગ હોય તો વધારે સારુ.

જો તમે સાડી ન પહેરતાં હોય તો ફીટગવાળા સુટ અને અન્ય ડ્રેસની પસંદગી કરો જેથી કરીને શરીર સુડોળ દેખાય.

સુટ અને બ્લાઊઝનું ગળુ અંડાકાર અને વી શેપમાં જ બનાવડાવો.

પહોળી બોર્ડરવાળી સાડી, કમીઝ અને કુર્તા ન પહેરશોપ પહોળી લાઇનગવાળુ કપડું પણ તમારા માટે સારુ રહેશે. પાતળી લાઇનવાળા પોશાક પણ પહેરી શકો છો.

સાડીને કમર કે નાભીની નીચે ન બાંધશો, આવુ કરવાથી ઊપરનો ભાગ લાંબો દેખાશે અને નીચેનોભાગ નાનો અને કુલ મળીને તમે ઓછી હાઇટના દેખાશો. તેથી સાડીને હંમેશા નાભિની થોડીક ઊપર જ બાંધો.
બહાર જતી વખતે હંમેશા થોડીક હીલવાળા ચપ્પલ પહેરો. આજકાલ ઉંચી એડીવાળા સુવિધાજનક અને આરામદાયક શુઝ પણ માર્કેટમાં મળે છે.

હેર સ્ટાઇલથી પણ કદ ઉંચુ દેખાય છે. નાના કદવાળી યુવતીઓએ બૈક કોમ્બગ કરીને વાળને થોડીક ઉંચાઇ આપીને બાંધવા જોઇએ. ગરદન પર ઢળેલો ઝુડો ન બનાવતાં ટોપ બાંધવાથી કદ લાંબુ દેખાય છે.

No comments:

Post a Comment