Thursday, April 21, 2011

Men Cosmetics Tips - કોસ્મેટિક વસ્તુઓનો વધુ ઊપયોગ કરે છે

પહેલાના સમયે પુરુષો ફકત વાળ કપાવવા માટે જ આવતા હતા. હવે તો તેઓ ફેસિયલ, મેડિકયોર, પેડિકયોર, વેકસ, આઇબ્રો તેમજ ફેસથ્રેડગ પણ કરાવે છે.

સ્ત્રીઓ મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા સુંદરતા પાછળ ખર્ચે છે - જયારે પુરુષો ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા સુંદરતા પાછળ ખર્ચે છે

‘સુંદર દેખાવું કોને ન ગમે’ આમ તો જો કે આ ઊકિત હંમેશા સ્ત્રીઓ માટે જ વપરાતી આવી છે પરંતુ હવે આ પંકિતમાં પુરુષો પણ આવે છે ત્યારે કોસ્મેટિકસના માર્કેટ ટ્રેન્ડ પર હવે યુવતીઓની સરખામણીમાં યુવાનોની નજર વધારે રહે છે. હાલના આ સમયમાં ફકત સ્ત્રીઓ જ નહિ પરંતુ પુરુષો પણ એટલાજ માઘા કોસ્મેટિકનો ઊપયોગ કરે છે ત્યારે ઊનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે જેટલા માઘા સનસ્ક્રીન લોશન સ્ત્રીઓ વાપરે છે તેના કરતા પણ માઘા સનસ્ક્રીન લોશન પુરુષો વાપરે છે.

ત્યારે હાલના સમયમાં પુરુષોમાં કોસ્મેટિક વસ્તુઓનો વપરાશ વધ્યો છે. એક જાણિતી કંપનીએ કરેલા સર્વેમાં જણાવ્યું હતું કે દરેક ચાર પૈકી ત્રણ પુરુષો દ્વારા કોસ્મેટિકસ પર મહિને ચાર હજારથી વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે હજુ હમણાં બે-ચાર વર્ષ અગાઊ સુધી આ ખર્ચ માત્ર હજાર રૂપિયા સુધીનો જ હતો. જે હાલમાં ચાર હજાર સુધી પહાચી ગયો છે ત્યારે ફેશનના આ નવા ટ્રેન્ડમાં સ્ત્રીઓ કરતાં પુરુષો જાણે આગળ નીકળી ગયા છે અને શહેરમાં પણ સ્ત્રીઓ અને પુરુષોના ભેગા બ્યૂટીપાર્લર ધમધમે છે.

આવા બ્યૂટીપાર્લરોમાં આજકાલ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે આવે છે. આજના સમયમાં પુરુષો પોતાના માથાના વાળથી લઇને પગના નખ સુધીની તમામ માવજત કરાવતા હોય છે. આશ્રમરોડ પર આવેલા આવા એક બ્યૂટીપાર્લર ચલાવતા બહેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પહેલાના સમયે પુરુષો ફકત વાળ કપાવવા માટે જ આવતા હતા.

હવે તો તેઓ ફેસિયલ, મેડિકયોર, પેડિકયોર, વેકસ, આઇબ્રો તેમજ ફેસથ્રેડગ પણ કરાવે છે. આજના આ આધુનિક સમયમાં અને ફિલ્મોનો ઝાકમઝોળ જોઇને યુવાનોને પણ સુંદર દેખાવાનો ચસ્કો લાગ્યો છે ત્યારે હાલના સમયે
હું અને મારા પતિ બંને સાથે બ્યૂટીપાર્લર ચલાવીએ છીએ અને કોસ્મેટિક વસ્તુઓનું વેચાણ કરીએ છીએ ત્યારે અમારા બ્યૂટીપાર્લરમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે આવે છે અને કોસ્મેટિક વસ્તુઓનો ઊપયોગ પણ પુરુષો વધારે કરે છે.

અત્યારના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષો ફેસ ક્રીમ, સારા ન્હાવાના સાબુ, ફેસ પાવડર, વાળમાં લગાવવાની ઝેલ તેમજ આ સિવાય પણ ઘણી કોસ્મેટિક વસ્તુઓ જેમાં સનસ્ક્રીન લોશન, માથામાં લગાવવા માટે કલર અને બીજા અન્ય કોસ્મેટિક વસ્તુઓનો ઊપયોગ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે કરે છે અને જો તેનું ઊત્તમ ઊદાહરણ જોઇએ
તો હવે પુરુષો માટે એક જાણિતી કંપનીએ સ્પેશિયલ ‘ફેસ ક્રીમ’ બનાવી જે સ્ત્રીઓ કરતાં પણ વધારે વેચાઇ છે
તેવું તે કંપનીનો સર્વે જણાવે છે ત્યારે પુરુષોએ ફેશનમાં અને સુંદર દેખાવમાં સ્ત્રીઓને પણ પાછળ પાડી દીધી છે ત્યારે હાલના સમયમાં સ્ત્રીઓ મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા પોતાની સુંદરતાને જાળવી રાખવા ખર્ચે છે.

No comments:

Post a Comment