Thursday, April 14, 2011

Pregnant Women Tips - વિશેષ ધ્યાન આપવા માટેની કેટલીક બાબતો

સગર્ભા મહિલાઓએ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. આ ઊપરાંત લોહીની તપાસ
હિમાગ્લોબિનના પ્રમાણ વિશે જાણવા માટે જરુરી છે. જો હિમોગ્લોબિનમાં ઉણપ જણાય તો લોહતત્વવાળો ખોરાક લેવો જોઈએ.

આજે મોટાભાગની સ્ત્રીઓ ઘરસંસારની સાથે ર્આિથક ક્ષેત્રે પણ પોતાનો ભરપૂર સહકાર આપી રહી છે. આજની સ્ત્રી દરેક રીતે મુશ્કેલીનો સામનો કરી શકે છે પરંતુ જયારે વાત આવે સગર્ભા મહિલાની અને એ પણ
નોકરી કરતી હોય તેવી મહિલાની,તો કેટલીક સાવચેતી રાખવી જરુરી બને છે.

આજે બધાની લાઈફ ફાસ્ટ બની ગઈ છે. અને એટલે જ ભીડ-ભાડવાળી જગ્યા બહાર આવતા-જતા સગર્ભા
મહિલાઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રીતે આજે દરેક મહિલાને સુવિધાઓ મળે એવું હોતું નથી. કેટલીક એવી મહિલાઓ પણ છે જે પોતાના ઘરની ર્આિથક પરિસ્થિતિને લીધે નોકરી કરતી હોય છે. અને એમાં પણ બસમાં ટ્રાવેલગ કરતી
મહિલાઓએ તો વિશેષ કાળજી રાખવી પડે છે.

કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે નાની અમથી બેદરકારીને લીધે મોટા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

એવું ના થાય તે માટે બેસવા- ઉઠવાની સાથે ખાવાપીવાની તમામ બાબતો પર મહિલાઓએ ધ્યાન આપવું
જોઈએ. સામાન્ય રીતે સગર્ભા મહિલા ૬ મહિના સુધી કામ કરે તે યોગ્ય છે પણ તે પછીના મહિનામાં કામ કરવામાં ઘણી તકલીફો પડે છે.જેમાં શારીરિક તકલીફની સાથે સાથે માનસિક રીતે પણ મહિલાએ સ્વસ્થ રહેવું જોઈએ. અને બેવડી જવાબદારી સંભાળનાર મહિલાઓએ હિંમત રાખવી ખૂબ જરુરી હોય છે. કારણ કે નોકરીના સમયમાં તબિયત ના બગડે તે માટેની પણ વિશેષ કાળજી લેવી પડતી હોય છે.

સગર્ભા મહિલાઓએ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. આ ઊપરાંત લોહીની તપાસ
હિમાગ્લોબિનના પ્રમાણ વિશે જાણવા માટે જરુરી છે. જો હિમોગ્લોબિનમાં ઉણપ જણાય તો લોહતત્વવાળો ખોરાક લેવો જોઈએ. આ ઊપરાંત મહિલાને એસીડીટી કે ગેસ થવાની તકલીફ હોય તો તેમણે તીખો, તળેલો કે ચરબીવાળો ખોરાક ટાળવો જોઈએ. અને બને ત્યાં સુધી પ્રવાહી વસ્તુઓ લેવી જોઈએ. સગર્ભા મહિલાઓએ શકય હોય ત્યાં સુધી ધક્કા-મુક્કી વાળા સ્થળોએ ના રહેવું જોઈએ. આજના સમયમાં ઘરની સંભાળવાની સાથે સાથે ર્આિથક રીતે પગભર પણ હોય તેવી સગર્ભા મહિલાઓએ આવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે.

No comments:

Post a Comment