Friday, April 15, 2011

Make Up Beauty Tips Tricks Secrets - ફાઊન્ડેશનની મદદથી કઇ રીતે કરવો

કોઇપણ ચહેરો સૌંદર્યની દૃષ્ટિએ સંપૂર્ણ હોતો નથી પણ યોગ્ય મેકઅપ કરવનથી કળાથી ચહેરાની અમુક ઊણપને છુપાવી શકાય છે. જેમ કે, તમારું નાક વધારે પહોળું છે તો તમે તેને અણિયાળું બતાવવા માટે હળવા રંગનું ફાઊન્ડેશન વાપરીને નાકથી સીધી લાઇનમાં લાગવો.

ઘેરા રંગનું ફાઊન્ડેશન નાકની બંને બાજુ પર લગાવો. તમે જયારે ફાઊન્ડેશન વાપરશો ત્યારે એ બાબતમાં ચોક્કસ રહો કે ફાઊન્ડેશનની પસંદગી યોગ્ય હોવી જોઇએ તથા તે વ્યવસ્થિત રીતે ચહેરા પર લગાવેલું હોવું
જોઇએ. જો તમારો ચહેરો ગોળ છે તો ફાઊન્ડેશનનો સ્ટ્રાગ શેડ લો અને તેને ચીકબોનની નીચે થઇ બહારની બાજુએ નીચેની તરફ તેમજ ચીકબોનની નીચે દાઢીના છેડા સુધી લગાવો.

અને જો તમારો પીઅર શેઇપ ચહેરો છે તો ડાર્ક શેડના ફાઊન્ડેશનને જડબાથી લઇને દાઢી સુધી વ્યવસ્થિત રીતે લગાવો. ઓવલ તથા લાંબા આકારનો ચહેરો હોય તો ઘેરા રંગનું ફાઊન્ડેશન કપાળ પર લગાવો ત્યાર
બાદ ટ્રાન્સ્યુસેન્ટ પાઊડર લગાવો.

તાણ તથા હોર્મોનમાં થતા ફેરફારના કારણે ૪૦ વર્ષે પણ ૧૪ વર્ષે થાય તેવા ખીલ થવાની સમસ્યા થઇ શકે છે. ઉંમરલાયક થતાં ખીલ અટકી જતા નથી. તાણ તથા હોર્મોન્સામાં થતા બદલાવને કારણે ૬૧ વર્ષની ઉંમરે પણ ખીલ થઇ શકે. મેડિકલ સ્ટોરમાં મળતી દવાઓ ટીનએજમાં ખીલને નિયંત્રણમાં મદદરૂપ થાય છે.

પરંતુ પાકટ વયે થતાં ખીલમાં તે અસરકારક નીવડતી નથી. માટે આ ખીલને થતા રોકવા તમે ડર્મેટોલોજિસ્ટની સલાહ લો. ડોઝની ઓરલ એન્ટિબાયોટિકસ, સ્કિન ક્રિમ , કે પછી બર્થ કંટ્રોલ પીલ લેવાનું રાખો.

તમે તમારા કોસ્મેટોલોજિસ્ટને મળીને જરૂરી વિગતો મેળવો. તાણરહિત રહેવાનો પ્રયત્ન કરવો એ પણ મદદરૂપ થશે. વાળને નુકસાન થતું અટકાવવા માટે વાળને નિયમિતપણે કન્ડીશનર કરવું જરૂરી છે. તે આપણા વાળના સ્તર પર એક પાતળુ પડ બનાવી દે છે.

ઊપરાંત તે વાળને મોઇશ્ચરાઇઝ પણ કરે છે જેના કારણે વાળનું રક્ષણ થાય છે. સૂર્યનાં નુકસાનકારક કિરણો પણ વાળને ડેમેજ થતા અટકાવે છે માટે એ સારુ રહેશે કે અઠવાડિયામાં એક વાર કન્ડીશનરનો ઊપયોગ કરીએ. પણ એવું કન્ડીશનર લગાવો જે તમને માફક આવતું હોય અને તમારા વાળ માટે સારૂ હોય.

Beauty Tips Tricks :- હાલની મિકસ સિઝનમાં હળવું તથા પાણીનો બેઝ ધરાવતું મોઇશ્ચરાઇઝર લગાવવુ ઊત્તમ છે તમને જયારે તમારો ચહેરો તૈલી લાગે ત્યારે ચહેરાને અવારનવાર ધોતા રહો.

તેનાથી ત્વચા ચોખ્ખી અને સમસ્યા રહિત રહેશે. તમે તમારો ચહેરો ધૂઓ ત્યારે તમને તમારી ચામડી તૈલી લાગતી હોય તો તેને ચોખ્ખી કરો અને પ્રોબ્લેમ ફ્રી બનાવો. ૧ ટી સ્પૂન ચોખાનો લોટ લઇ તેમાં થોડાં ટપા ગુલાબજળનાં નાખો. તેમાં થોડો છીણેલા બટાટો પણ મિકસ કરો. અને આ પેકને ઠંડો થયા બાદ ચહેરા પર ૪ થી પ મિનિટ માટે લગાવી રાખો અને પછી નળના પાણીથી ચહેરો ધોઇ નાખો.

કોમળ ત્વચાની સંભાળ:-

સ્ત્રી હોય કે પુરુષ બાળક હોફ કે યુવાન-દરેકના માટે ગરમીના દિવસો અકળાવનારા હોય છે. તેમાંય શરીર અને મનના નાજુક લોકોને તો તોબા પોકારાવે તેવી આ ઋતુ છે. કોમળ ત્વચાની સુંદરીઓ માટે બળતરાની સીઝન, ત્વચા માટે દુશ્મન તથા આંખો માટે રોગની આ સીઝન છે. તેમાંય જેને ખરા સૂર્યના તાપમાં ઘરની બહાર જવું પડતું હોય તેવી વ્યવસાયી બહેનો, ગાૃહિણીઓ માટે તો આકરી સીઝન ગણી શકાય.

સીબમ:- વારંવાર ચહેરો સાદા પાણીથી ધૂઓ, પરંતુ વારંવાર સાબુ કે ફેસવોશનો ઊપયોગ ન કરવો. ચહેરો ધોયા બાદ પાણી લૂછવાને બદલે ચહેરા પર જ સુકાવા દેવું જોઇએ.

નહાવાના પાણીમાં ગુલાબની પાંદડી, નીમ પત્તી કે લબુનો રસ નાખી તે પાણીથી નહાવું જોઇએ.સાબુને બદલે નહાવાના આયુર્વેદિક પાઊડર વાપરવા જોઇએ.

લબુની છાલ, મસૂરદાળ, વરિયાળી, કપૂર કાચલીનો પાઊડર બનાવી પાણીમાં આની પેસ્ટ બનાવી નહાવુ જોઇએ. આનાથી સીબમ ઓછુ થાય છે. તથા ત્વચા નિખરે છે.  સંતરાનો કે ટામેટાંનો રસ દિવસમાં એકાદ-બે વાર લગાવી પાંચ મિનિટ બાદ સાદા પાણીથી ત્વચા સાફ કરવી.

દિવસમાં એકાદ વાર કાકડી કે કાચા પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી સીબમમાં કન્ટ્રોલ થાય છે.
 દિવસમાં એક વાર રોજ ફેસપેક લગાવવો પણ ખૂબ જરૂરી છે. ત્વચા પર તાપ, ધૂળ, મેલની અસર ન થાય તે માટે ઓટમીલ જવના લોટમાં સ્ટ્રોબેરી અથવા સફરજનનો પલ્પ નિકસ કરી ૧પ મિનિટ પેક લગાવો.
 સીબમ ટ્રીટમેન્ટ માટે મુખ્ય તો તેને કન્ટ્રોલ કરે તેવા ઊપચારો કરવા. આયુર્વેદિક ટેલ્કમ પાઊડર દિવસમાં બે વાર લગાવો. રાત્રે આ જ પાઊડરથી ચહેરા પર પાઊડર મસાજ કરો. આનાથી સીબમ કાબૂમાં રહે છે, ખીલ થતાં નથી અને ત્વચા નિખરે છે.

 સનબર્ન :-    સેન્સિટિવ સ્કિનવાળા જેને સનટેનગ વધુ થાય, તેમણે તાપમાં જતાં પહેલાં આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલાં સનગાર્ડ કે સનટેનગ લોશન અથવા આયુર્વેદિક તેલ લગાવવા જોઇએ. જેથી તાપની મેલેનીન પર અસર ઓછી થાય છે.

તાપમાંથી અવાયા બાદ તરત જ ચહેરો ગુલાબજળ કે પાતળી ઠંડી છાશથી ધૂઓ. કાળી માટીનો ગુલાબજળ સાથે લેપ કરવાથી પણ સનબર્ન થતાં અટકે છે.  કાકડી છીણી પાતળા કપડામાં મૂકી પોટલી બનાવી, ચહેરા
પર હળવા હાથે ઘસવી અથવા કાકડીનો રસ લગાવવાથી પણ તાપની અસર ત્વચા પર ઓછી થાય છે.
 તરબૂચનો પલ્પ કે લીલી દ્રાક્ષનો પલ્પ પણ લગાવી શકાય.

સનબર્ન થયું હોય તેમણે ગુલાબપત્તી, ચંદન, આમળા, કાળી દ્રાક્ષ, ચારોળીનો પાઊડર બનાવી ગુલાબજળમાં ભેળવી રોજ લેપ કરવાથી ત્વચા સુંદર રહે છે.

પિગ્મેન્ટેશન-ફ્રેકલ્સ  આવી તકલીફવાળાએ નહાવા માટે આયુર્વેદિક સ્નાન પાઊડરનો ઊપયોગ કરવો વધુ હિતાવહ છે.  કપૂર કાચલી, મંજિષ્ઠા, લોધ્ર, મસૂરદાળ, ર્નિમળીના બી વગેરેના પાઊડરમાં ગુલાબજળ મિકસ કરી લેપ કરવો જોઇએ.

તુલસીના પાન, ફૂદીનાના પાન, ટામેટાંની પેસ્ટ બનાવી લેપ કરવાથી પણ પિગ્મેન્ટેશન ઓછું થઇ ડાઘ મટે છે.  તરબૂચનો રસ, તુલસીનો રસ કે તૂરિયાની છાલના રસથી માલિશ કરવું.

રાઇ, હળદર, મધ, તથા દૂધ મિકસ કરી લગાવો.  દહીમાં ચપટી હળદર નાખીને લેપ કરવાથી ફાયદો થાય છે.વર્ણકર લેપ ગુલાબજળ કે દૂધ સાથે લગાડવાથી પણ રંગ ખૂલે છે. રંગ ગોરો કરે અને લાવણ્ય વધારે તેવા તેલથી રોજ રાત્રે માલિશ કરવાથી પણ પિગ્મેન્ટેશનમાં ફાયદો થઇ કાળાશ ઘટે છે.

કોબીજ કે દ્રાક્ષના રસના માલિશથી પણ ફાયદો થાય છે. જો વધુ તકલીફ હોય તો નીમ ટેબ્લેટ, આરોગ્યર્વિધની વટી, ખદિરાદિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓથી આ તકલીફ મટે છે.

No comments:

Post a Comment