Thursday, April 7, 2011

Vitamin D - કમી ખતરનાક સાબિત થઈ શકે

વિટામિન ડી શરીર માટે ખુબ ઊપયોગી છે. તેની કમી ખતરનાક સાબિત થઈ શકે છે.

તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકોના શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઘટી જવાથી શરીરમાં રહેલી ધમનીઓ વધારે કઠોર બની જાય છે.

અભ્યાસમાં જણાવાયું છે કે ર્જોિજયા ટેક પ્રીડિકટીવ હેલ્થ ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકો હાલમાં આ સંબંધમાં વધુ સંશોધન કરી રહ્યા છે.

આ સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસના પરિણામ દર્શાવે છે કે વિટામિન ડીની અછતથી રકતવાહિનીઓના સ્વાસ્થ પર અસર થાય છે.

જેથી બ્લડપ્રેશર વધી શકે છે. ઊપરાંત હાર્ટ સાથે સંબંધિત બિમારી પણ વધી જાય છે. અભ્યાસમાં સામેલ થયેલા જે લોકોએ વિટામિન ડીનું પ્રમાણ વધારે લીધુ તેમની રકતવાહિનીના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો.

તેમનામાં બ્લડપ્રેશર પણ ઘટી ગયું હતું. અભ્યાસમાં આશરે સંસ્થાના ૫૫૦ કર્મચારીઓ સામેલ થયા હતા.

No comments:

Post a Comment