Friday, April 8, 2011

૫૩ ટકા ભારતીયો સલાહ વગર એન્ટીબાયોટીક લે છે

ભારતમાં દવાના ઊપયોગના સંબંધમાં સામાન્ય લોકોમાં ભારે બેદરકારી પ્રવર્તે છે. જેના પરિણામ સ્વરૂપે
મોટી સંખ્યામાં લોકોના રિએકશનના કારણે મોત પણ થવાના બનાવ સપાટી પર આવી ચુકયા છે.

વારંવાર એવા અહેવાલ પ્રકાશિત થતા રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય લોકો કોઇના પણ
સલાહ સુચન વગર લોકોના કહેવા મુજબ દુખાવાને દૂર કરવા દવાનો ઊપયોગ કરે છે.

હવે વર્લ્ડહેલ્થ ઓર્ગોનાઈઝેશનને હવે આ બાબતને સમર્થન આપી દીધુ છે. વર્લ્ડહેલ્થ (ડબલ્યુએચઓ) દ્વારા
કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં ૫૩ ટકાથી વધુ ભારતીય લોકો તબીબોની
સુચના વગર એન્ટી બાયોરટીકસ દવાનો ઊપયોગ કરે છે આ બાબત તમામને ચાકાવી દે તેવી છે.

દવાઓના ઊપયોગના સંબંધમાં આ અહેવાલ ચતા ઊપજાવે છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે સામાન્ય ગણાતી શરદીની તકલીફ માટે પણ જો તબીબની દવા કામ ન કરે તો તેઓ તબીબને બદલી કાઢે છે.

કોડ જેવી દવા નહ લખી આપવા બદલ પણ ૪૮ ટકા જેટલા ભારતીયો તબીબને બદલી કાઢે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ઘણા પરિવારમાં જુદીજુદી તકલીફ અથવા તો પીડા માટે એન્ટી બાયોરટીકસ દવા ઘરમાં
રાખવામાં આવે છે.

No comments:

Post a Comment