Wednesday, April 6, 2011

Mouth Cancer - ગુટખામાં આવતો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર

 ગુટખામાં આવતો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર વધારે સમય જો મોંમાં રહે તો મોં નું કેન્સર થવાની શકયતા વર્ષે ૧૨ લાખથી વધુ લોકોના ગુટખા ખાવાથી મોત થાય છે.

આજની ભાગદોડભરી આધુનિક જીવનશૈલીમાં માણસ પણ આધુનિક વિચારો ધરાવતો થયો છે, પરંતુ આપણે અહિંયા આધુનિક એટલે એ કે આજના ટીનેજર હોય કે પુખ્ત વયના યુવાનો તેમને કોઈને કોઈ વ્યસન હોય જ છે.

એમાના કેટલાક અપવાદ હોઈ શકે પરંતુ આજે મોટાભાગે લારીગલ્લા પર જોઈએ તો નાના મોટા કાં તો સિગારેટના ધૂમાડા ફુંકતા હશે કાં તો ચૂનો મસળીને તમાકુ ખાતા હશે.

આજે તમાકુ, ગુટખા, સિગારેટની આદત ધરાવતા લોકોમાં દિન-પ્રતિદીન વધારો થતો જાય છે, તેમા સૈથી ગંભીર પ્રશ્ન એ છે કે આજના ટીનેજરોમાં સિગારેટ અને ગુટખાની આદત વધતી જણાય છે એત અંદાજ મુજબ દેશમાં આશરે દરવર્ષે ૧૨લાખથી વધુ લોકો ગુટખા કે તમાકુની ખરાબ લતને કારણે માૃત્યુ પામે છે.

આ અંગે વિગતે જણાવતા ડો. પ્રશાંત પીઠવા કહે છે, આજે લોકો કોઈને કારણોસર વ્યસની બન્યા છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમા આજનો સૈથી ગંભીર પ્રશ્ન એ કે કોલેજીયન યુવકોની સાથે યુવતીઓ પણ બેફામ સિગારેટની મજા માણે છે.

No comments:

Post a Comment