Monday, April 11, 2011

ખાનગી કંપનીઓના ૫૨ ટકાથીવધુ કર્મચારીઓને ગંભીર બીમારીઓ




આધુનિક જીવનશૈલી, જંક ફૂડ ખાવાની આદતથી થતી બીમારીની યાદીમાં અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ અને દિલ્હી શહેર ટોપમાં.

પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા અડધાથી વધુ કર્મચારીઓ તેમની જીવનશૈલીના કારણે મેદસ્વીતા, ડિપ્રેશન, હાઇબ્લડપ્રેશર અને મધુપ્રમેહ જેવી બીમારીઓથી પીડાય છે. એસોસિયેટેડ ચેમ્બર્સ આૅફ કોમર્સ અૅન્ડ ઈન્ડસ્ટ્રી આફ ઈન્ડિયા (એસોચેમ) દ્વારા અમદાવાદ, મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઇ, હૈદરાબાદ, પૂણે, ચંડીગઢ જેવા મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ માહિતી મળી છે.

લાઇફ સ્ટાઇલ સાથે સંકળાયેલી બીમારીઓની યાદીમાં અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ, પૂણે અને ચેન્નાઇ છે. જેમાં દિલ્હીનું નામ પ્રથમ ક્રમે છે. રોગને અટકાવે તેવી આરોગ્ય સંભાળ યોજનાઓના અભાવને કારણે કંપનીઓના કામ કરતા ૫૨ ટકા કર્મચારીઓ આધુનિક જીવનશૈલી ખાસ કરીને ખાવાની આદત સાથે સંકળાયેલી બીમારીથી પીડાય છે.

૨૪ ટકા કર્મચારીઓ જૂની બીમારીઓથી અને ૧૮ ટકા કર્મચારીઓ ગંભીર બીમારીથી પીડાય છે. આ અભ્યાસ માટે દરેક શહેરમાંથી ૧૫૦ કર્મચારીઓની પસંદગી કરાઇ હતી. આરોગ્ય સંદર્ભે અભ્યાસ કરતા સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૬ ટકા કર્મચારીઓ મેદસ્વીતાથી પીડાય છે.

જે જીવનશૈલી સંબંધિત બીમારીનો એક ભાગ છે. બીજાક્રમે ડિપ્રેશન છે. ૧૮ ટકા કર્મચારીઓ ડિપ્રેશનથી પીડાય છે. હાઇબ્લડપ્રેશર અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) અનુક્રમે ૧૨ ટકા અને ૧૦ ટકા સાથે ત્રીજા અને ચોથા ક્રમે આવે છે.

ઓન્ડિલાઇટિસ ૮ ટકા,હૃદયરોગ ૬ ટકા, ર્સિવકલ ૫ ટકા, દમ ૪ ટકા, સ્લિપ ડિસ્ક ૩ ટકા અને સંધિવા ૨.૫ ટકા એવી બીમારીઓ છે કે જેનાથી કામ કરતા કર્મચારીઓ પીડાય છે.

શારીરિક સુસ્તી બાબતે અહેવાલમાં જણાવાયું છે કે ૩૮ ટકા જેટલા કર્મચારીઓ વ્યાયામ કરતા નથી. જયારે
૧૮ ટકાથી ઓછા કર્મચારીઓ સપ્તાહમાં એક કલાક કરતાં પણ ઓછો સમય શારીરિક શ્રમ કરે છે. તેવી જ રીતે ૪ ટકા કર્મચારીઓસપ્તાહમાં ૧ થી ૩ કલાક વ્યાયામ કરે છે અને ૨.૫ ટકા કર્મચારીઓ કેલરી બાળવા
માટે સપ્તાહમાં ૩ થી ૬ કલાક કસરત કરે છે. આરોગ્ય સંભાળ માટે નાણાકીય વર્ષમાં ૩૮ ટકા કર્મચારીઓ રૂા. ૫૦૦ થી ૫૦૦૦નો ખર્ચ કરે છે.

જયારે ૪૩ ટકા કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ આરોગ્ય સંભાળ પાછળ એક વર્ષમાં રૂા. ૫૦૦થી પણ ઓછો ખર્ચ કરે છે. જયારે ૧૮ ટકા કર્મચારીઓ વર્ષે ૫૦૦થી ૫૦ હજાર જેટલો ખર્ચ કરતા હતા કારણ કે તેઓ મધુપ્રમેહ, યકાૃતની બીમારીઓ, મૂત્રપડની બીમારી, હાઇબ્લડ પ્રેશર અને સ્ટ્રોકથી પીડાઇ રહ્યા છે.

No comments:

Post a Comment