Thursday, April 7, 2011

Green Coconut Health Benefits - ગરમીમાંમાંગમાં વધારો

વહેપારીઓના મત અનુસાર ગોવા કરતાં સૌરાષ્ટ્રના નારિયેળ વધુ પીવાય છે.

હાલમાં કોપરા વાળા કરતાં પાણી વાળા નારિયેળ વધુ વેચાય છે.લીલા નારિયેળમાં પાણીવાળુ અને કોપરાવાળુ બે નારિયેળ આવે છે. સામાન્ય દિવસોમાં કોપરાવાળા નારિયેળની માંગ વધુ રહે છે. જયારે ઊનાળામાં લોકો પાણીવાળા નારિયેળ વધુ માંગે છે. જેથી હાલમાં પાણીવાળા નારિયેળ વધુ વેચાય છે. જેના કારણે તેની માંગ પણ વધુ રહે છે. અને જેના કારણે પાણીવાળા નારિયેળ વધુ મંગાવવાય છે. જેનો ભાવ ૨૦ રૂપિયા સુધીનો હોય છે.

નાના નારિયેળના ૧૦ થી ૧૨ મોટાના ૧૮ થી ૨૦ ઠંડા કરીને વેચાતા નારિયેળની વધુ માંગ છે.

રાજયમાં ઊનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સાથે જ ગરમીથી બચવાના પણ નિતનવા કિમિયાઓ લોકો અપનાવે છે. તેમાં પણ બપોરના સમયે ગરમીથી બચવા હવે લોકો લીલા નારિયેળ તરફ વળ્યા છે. અને તે પણ ઠંડા પહેલા એમ જ વેચાતા લીલા નારિયેળ હવે ઠંડા કરીને વેચવામાં આવે છે.

જેના કારણે લીલા નારિયેળનો ભાવ વધીને ૨૦ થઇ ગયો છે. સામાન્ય રીતે લીલા નારિયેળ સ્વાસ્થ્ય માટે પણ સારા ગણવામાં આવે છે. જેથી તેનો ઊપયોગ બારેમાસ થતો હોય છે. પરંતુ હાલમાં ઊનાળાની ગરમી સાથે લીલાનારિયેળને ઠંડા કરીને વેચવાનો ટ્રેન્ડ વધ્યો છે.

જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. ૮થી૧૦ રૂપિયામાં વેચાતું નારિયેળ હવે ૧૮ થી ૨૦ રૂપિયામાં વેચાય છે. અને તેમાં પણ સાઇઝ પ્રમાણે ભાવ વધતા ઘટતા રહે છે. ઊનાળામાં ગરમીથી રાહત મળે તે માટે થઇને પહેલા લોકો ઠંડા પીણા પીતા હતા પરંતુ હવે દેશી નારિયેળને ગરમીથી ઠંડક મેળવે છે.

સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ઊત્તમ ગણાય છે. આ સંદર્ભે વાત કરતા પાલડી વિસ્તારમાં લીલા નારિયેળની દુકાન ધરાવતા ગનાભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે લીલુંનારિયેળ તો બારે માસ વેચાય છે. પરંતુ સમય
પ્રમાણે તેના ભાવ વધ ઘટ થયા કરે છે.

તેમાં પણ સૌરાષ્ટ્રના નારિયેળની માંગ વધુ હોય છે કારણ કે ત્યાનાં નારિયેળ મોટા અને વધારે પાણી વાળા હોય છે.

જયારે ગોવાના અને મહારાષ્ટ્રના નારિયેળની સાઇઝ નાની હોય છે. છેલ્લાં બે વર્ષથી ઠંડા નારિયેળનો ક્રેઝ વધ્યો છે.

સાથે જ નારિયેળને ઠંડા રાખવાની મથામણના કારણે તેના ભાવમાં પણ વધારો થયો છે. જેથી હાલમાં મારાત્યાં જે નારિયેળ ૮ થી ૧૦ રૂપિયામાં મળતું હતું તે મોટું નારિયેળ ૧૮ થી ૨૦ રૂપિયામાં અને નાનુ નારિયેળ ૧૨ થી ૧૫ રૂપિયાનું વેચાય છે. સવારે ૧૧ વાગ્યાથી મોડી સાંજ સુધી નારિયેળનું વેચાણ થાય છે.

આમ ઊનાળાની શરૂઆતમાં જ લીલાનારિયેળના ભાવમાં વધારો થયો છે.

No comments:

Post a Comment