Wednesday, April 6, 2011

Lemon Health Benefits - પૂરા સોળ ગુણ

 લબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમ લબુનો રોજદો ઊપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીનો જેમ લબુની ખટાશ નુકસાનકારક નથી.

નિર્ભયતાથી તેનો દરરોજ ઊપયોગ કરી શકાય છે. આમલી લબુની તુલના આ રીતે કરવામાં આવી છે. આમલીનાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ.

આવા ગુણકારી લીંબુને જીવભર ખાનપાનમાં મહત્વનું સ્થાન આપવું જરૂરી છે. મોસંબી, સંતરા, ચકોતરાં,
પપનસ, બિજોરાં વગેરે લબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.

ગુણધર્મો :- લબુ ખાટું, ઊષ્ણ, પાચનપ દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકરપ તીખું અને તૂરુ છે. એ કફ, ઊધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજીયાત, કોલેરા, ગુલ્મ અને આમવાતને દૂર
કરનાર, કાૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ધ રહેવાથી તંદુરસ્તી જળવાય છે.

લબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.  લબુના રસમાં સધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.  એક ગ્લાસ નવશેકા પાણીમાં અર્ધું લબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકાૃત (લીવર)ની તકલીફ મટે છે.

લબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.  એક ચમચી લબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.

એક લબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.

એક લબુનો રસ કાઢી તેમાં સધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.

લબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે. લબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.

એક ચમચી લબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો
હુમલો બેસી જાય છે.  એક ગ્લાસ ઠંડા પાણીમાં એક લબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.

દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લબુવાળુ પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.

લબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ભટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે. અને દુખાવો મટે
છે.

લબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.  લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે.

તેમજ તે સુંવાળા  તથા ચમકદાર બને છે, તે ઊપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.  ચહેરાની કાંતિ વધારવા માટે:-

લીંબુ નીચોવી લીધા પછી છાલ ફકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.

મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કાંઠે એક ગ્લાસ સામાન્ય ઠંડા પાણીમાં લબુનો રસ નાખી પીઓ.

મોટું લબુ હોય તો અર્ધી લબુનો રસ પૂરતો છે. નાનું લીંબુ હોય તો આખા લબુનો રસ નાખવો.

No comments:

Post a Comment